બારણાની ઘંટડી વાગતા જ પલ્લવીએ હાથ લૂંછતાં રસોડામાંથી બહાર આવીને ઉલ્લાસપૂર્વક બારણું ખોલ્યું, ત્યારે સામે પોતાના પતિ નંદનને ઊભેલો જોેઈને એ બોલી, ‘‘આજે તમે કેમ મોડા આવ્યા છો?’’
‘‘મોડો....! કાંડે બાંધેલી ઘડિયાળ પર નજર કરતાં નંદને કહ્યું, ‘‘હા, લગભગ દસેક મિનિટ મોડો જરૂર પડ્યો છું, પણ એ ટ્રાફિક વધારે હતો એ કારણ...’’
‘‘ઓ મા... અંદર તેલ બળે છે, એ તો હું ભૂલી જ ગઈ...’’ કહેતી પલ્લવી રસોડા તરફ દોડી.
ઝડપથી કપડાં બદલીને, હાથ-મોઢું ધોઈને નંદન પણ રસોડામાં જઈ પહોંચ્યો, ‘‘વાહ! આજે તો મેથીના ગોટા બને છે? પણ... આજે આ પ્રોગ્રામ કેમ છે...? મારો કે તારો જન્મદિવસ તોે આજે નથી ને...?’’
‘‘ના જી, એવું કશું જ નથી.’’ પલ્લવીએ સ્મિત કરતાં કહ્યું, ‘‘તમે આ ગરમાગરમ ગોટાની પ્લેટ ઉપાડી લો... હું ચા લઈને આવું છું...’’
ગોટા ભરેલી પ્લેટ ઉઠાવીને નંદન બેઠકખંડમાં ગયો. પલ્લવીનાત આનંદનું થોડું ઘણું રહસ્ય તેની સમજમાં આવતું હતું, પણ એક શંકા તેના મનમાં હતી. પછી કંઈક વિચારીને એ મનોમન હસી પડ્યો.
પલ્લવી ચા લઈને આવી ત્યારે નંદન પોતાની આતુરતા ન રોકી શક્યો. તેણે કહ્યું, ‘‘તું ભલે છાનું રાખવા માગતી હોય, પણ કંઈક આનંદના સમાચાર તો ચોક્કસ છે....તું એ સમાચાર મને કહેવા ઈચ્છતી હો, તો જુદી વાત છે...’’
‘‘તમે તો જીવ ખાઈ ગયા...’’ પલ્લવીએ એક ગોટો નંદનના મોઢામાં ઠૂંસી દેતાં લાડથી કહ્યું, ‘‘હવે તમે પહેલાં નાસ્તો કરી લો...’’
વાસ્તવમાં નંદને બહુ થોડા વખત સુધી જ પલ્લવીના ચહેરા પર આનંદ વિલસતો જોયો હતો. હા, લગ્ન પછીના લગભગ ચાર મહિના સુધી એ હંમેશાં આનંદમાં રહેતી હતી, પણ ત્યારબાદ અચાનક એ ચૂપચાપ અને સૂનમૂન રહેવા લાગી. નંદન જો જરા પણ ઊંચા અવાજે વાત કરે, તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગતાં હતાં. એક વિચિત્ર પ્રકારની કરુણતા તેના ચહેરા પરથી પથરાયેલી નજરે પડતી હતી.
નંદને પલ્લવીની ઉદાસીનું કારણ જાણવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો.... પલ્લવીનો સ્વભાવ જ એવો હસે એમ ધારીને તે પણ આ બાબતમાં બહુ ઊંડો નહોતો ઊતર્યો, પરંતુ તેમ છતાં એ અવારનવાર વિચારમાં ડૂબી જત કે જો તેનો સ્વભાવ જ એવો હોય, તો લગ્ન પછીના મહિનાઓમાં એ આટલી ખુશખુશાલ, ચંચળ અને મસ્ત કેવી રીતે રહેતી હશે?’’
નાસ્તો પતાવીને પલ્લવી એઠાં વાસણ રસોડામાં મૂકી આવી પછી એણે વીડિયો પર પોતાની પસંદગીની ફિલ્મ ચાલુ કરી. આથી નંદન વઘુ અચંબો પામ્યો. કહો, ન કહો પણ પત્નીની આજુબાજુ ઘેરાઈ વળેલા નિરાશા ના એ ઉદાસીના વાદળો વિખેરાઈ ગયાં લાગે છે...! તેની ઈચ્છા તો થતી હતી કે તેને ફરીથી એક વખત તેના આનંદનું કારણ પૂછે, પણ રંગમાં ભંગ ન પાડવાના ઈરાદે તે ચૂપચાપ બેસી રહ્યો.
ફિલ્મ જોતાં જોતાં પણ પલ્લવીના અંતરનોે આનંદ તેના ચહેરા પર દેખાઈ આવતો હતો. એ નંદન જોડે ચંપાઈને બેઠી હતી. અને વચ્ચે વચ્ચે ટીકાટિપ્પણી પણ કરી લેતી હતી.
ફિલ્મ પૂરી થયા પછી જમતાં જમતાં નંદને વિચાર્યું કે, આ રહસ્ય પરથી પડદો ઉઠાવી લેવો જોઈએ કે તેને હંમેશને માટે રહસ્ય જ રહેવા દેવું જોઈએ? ઘણું મનોમંથન કર્યા પછી જમવાનું પૂરું થતાં સુધીમાં આખરે એ ચોક્કસ નિર્ણય પર પહોંચી શક્યો.
પલ્લવી રસોડાનું કામ આટોપીને આવી ત્યારે નંદને તોફાની હાસ્ય કરતાં કહ્યું, ‘‘પલ્લવી, તું ભલે મને તારા આનંદનું કારણ ન જણાવે, પણ હું તેનું રહસ્ય પામી ગયો છું...’’
‘‘શું...? શાનું કારણ? કેવો આનંદ?’’ પલ્લવીએ અચાનક ગભરાઈને બોલી, ‘‘મેં પહેલાં જ જણાવી દીઘું છે કે તમે માનોે છો એવું કશું જ નથી.’’
‘‘શું આજે રમેશનો પત્ર આવ્યો છે?’’ નંદને આટલું કહ્યું, તે સાથે જ પલ્લવીની આંખો સામે જાણે આખું બ્રહ્માંડ ચકરડી ફરવા લાગ્યું. જો તે નંદનનો હાથ પકડીને પલંગ પર બેસી ન ગઈ હોત, તો કદાચ ચકરી ખાઈને ભોંય પર ફસડાઈ પડી હોત.
‘પલ્લવી , શું થયું? અરે પણ એમાં આટલું હેબતાઈ જવાની શી જરૂર છે?’’ પાણીનો ગ્લાસ તેના તરફ ધરતાં નંદન બોલ્યો, ‘‘લે, થોેડું પાણી પી લે. મારો વિશ્વાસ રાખ કે હું તારા સુખે જ સુખી છું અને તારાં દુઃખે પણ દુઃખ અનુભવું છું...’’
‘‘એટલે તમને બધી જ ખબર છે?’’ પલ્લવીએ આંસુભરી આંખે નંદન સામે જોતાં પૂછ્યું.
‘‘ભલા માણસ, મને તોે ઘણા વખત પહેલાંથી આ નાટકની ખબર પડી ગઈ હતી, પણ પહેલાં....’’
એટલામાં ડોરબેલ વાગી, એટલે નંદને ઊભા થઈને બારણું ખોલ્યું.
બહાર પડોશના સવાઈલાલનો નાનો દીકરો હરીશ ઊભો હતો. તેણે કહ્યું,
‘‘અંકલ, મારા પપ્પાએ તમને અત્યારે જ બોલાવ્યા છે...’’
‘‘હા, ચાલો હું આવું જ છું....’’ નંદને અંદરના રૂમ પાસે જઈને પલ્લવીને કહ્યું, ‘‘થોેડીવારમાં હું સવાઈલાલના ઘેર જઈને આવું છું. તું બારણું બંધ કરી દે જે.’’
નંદનના ગયા પછી પલ્લવી પલંગમાં પડીને ઘૂ્રસકે ઘૂ્રસકે રડી પડી. થોડા વખત પછી આંસુ લુછીને પોેતાની જાતને સ્વસ્થ બનાવતી વિચારવા લાગી, નંદનને કઈ રીતે રમેશના પત્ર બાબતની ખબર પડી ગઈ? વળી તેણે કહ્યું તેમ તેને આખા નાટકની ખબર હતી, તો આ પહેલાં તેણે કદી પૂછપરછ શા માટે ન કરી? એ મને કલંકિત ગણીને કુલટા કે ચારિત્ર્યહીન તોે નહી સમજતો હોય?
આપણા સમાજની વિસંગતીઓ કેટલી હદે વકરી ગયેલી છે, એ વિચાર કરતાં ગુસ્સાની સાથોસાથ શરમ પણ અનુભવતી હતી. પણ બધો વાંક પુરુષોનોત હોય, તેમ છતાં એકાદ વખત કોઈ સ્ત્રીનું નામ તેમાં સંડોવાઈ જાય, કે તરત તેના પર ચારિત્ર્યહીનતાનું ફૂમતું લાગી જતું હોય છે. આવા વિચારોમાં અટવાયા કરતી, એ પોતાના ભૂતકાળમાં ભટકવા લાગી.
...લગ્નથી આશરે આઠ મહિના, પહેલાં એક દિવસ પલ્લવી કોલેજથી પાછી આવતી હતી, ત્યારે તેને લાગ્યું કે એક લાંબા વાળવાળો, લફંગા જેવો યુવક સ્કૂટર પર અવારનવાર તેનો પીછો કરતો હતો. શરૂઆતમાં તો તેણે ખાસ ઘ્યાન ન આપ્યું, પણ જ્યારે એક-બે વખત તેણે કંઈક મજાક કરી, ત્યારે અંદરથી તો એ ઘણી ગભરાઈ ગઈ, પણ કશો જવાબ નહોતી વાળી શકી.
એ જ યુવક પછી પલ્લવીની બહેનપણીનાં લગ્નમાં ખભે કેમેરા લટકાવીને ફરતો દેખાયો. પલ્લવીને જોતાં જ આછું સ્મિત કરતો એ તેની તરફ આવ્યો અને ધીમા અવાજે બોેલ્યો, ‘‘માફ કરજો મેડમ, પણ તમે માનો છો એવો લબાડ માણસ હું નથી. જો કે મારા વર્તનથી તમને ખોેટું લાગતું હોય તો, તે માટે હું ખૂબ દિલગીર છું, પણ ખરી વાત એ છે કે હું એક ફોટોગ્રાફર છું અને હંમેશાં સૌંદર્યની શોેધમાં ભટકતો રહું છું જ્યારે પણ કોઈ રૂપાળો ચહેરોે નજરે પડે છે, ત્યારે મારી અંદરનો ભાવુક કલાકાર તેને કચકડામાં કંડારી લેવા માટે થનગની ઊઠે છે.... એટલે જ હું તમારી પાછળ પાછળ ફરું છું. બોલો, હવે તો તમને મારા માટે કોઈ ગેરસમજણ નહીં રહે ને?’’
‘‘ના ... પલ્લવી પોતાના સૌંદર્યનાં વખાણ સાંભળીને થોેડા સમય માટે એ યુવકની વાતોમાં અટવાઈ ગઈ.
‘‘.... આમ તોે આ સેવકને રમેશ તરીકે સહુ જાણે છે... અહીં ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે મારો સ્ટુડિયો છે. મારું આ કાર્ડ રાખો... અને ક્યારેક આ સેવકને તમારી સેવાની તક આપો, એમ ઈચ્છું છું...’’
‘‘જરૂર... જરૂર’’ કહીને પલ્લવીએ હસીને કાર્ડ લઈ લીઘું. એટલામાં જાન પણ આવી પહોેંચી હોવાથી શોરબકોર કાને પડ્યો, એટલે પલ્લવી તેની સખીઓ તરફ ચાલી ગઈ, પણ તેણે નોંધ લીધી કે રમેશ તેની આજુબાજુ જ ફર્યા કરતો હતો. આ દરમિયાન રમેશે વરવઘૂ તેમજ સાહેલીઓ સાથે પલ્લવીના ઘણા બધા ફોટા ખેંચી લીધા હતા. ઘણા પ્રયત્નો બાદ આખરે પલ્લવીની એકલીની તસ્વીર ખેંચવામાં સફળ થઈ ગયો. જો કે પલ્લવી આ બાબતથી અજાણ નહોતી, પણ આનંદના પ્રસંગની ધમાલમાં તેણે આ બાબત પર વઘુ ગંભીરતાથી ઘ્યાન ન આપ્યું.
લગભગ એક મહિના બાદ પલ્લવીએ જોયું કે રમેશ વળી પાછો સ્કૂટર પર તેેની રિક્ષાની પાછળ આવતો હતો. એક ચાર રસ્તા પર ટ્રાફિક લાલ બત્તીને કારણે અટક્યો, ત્યારે રમેશે પોતાનું સ્કૂટર પાસે લાવીને પૂછ્યું, ‘‘બોલો મેડમ! શા હાલચાલ છે? મિજાજ કેમ છે?’’
‘‘સારું છે.’’ તેણે જરાય ઉત્સાહ વિના જવાબ આપ્યો.
‘ભલા માણસ! અમે તો તમારી રાહમાં એમ સમજીને બેસી રહ્યા હતા કે ક્યારેક તોે તમે અમને સેવાની તક આપશો જ, પણ તમે તો કદી અમારા સ્ટુડિયો સામે નજર સુદ્ધાં ન નાખી. બીજું કંઈ નહીં તો પણ તમારા ફોટા લેવા તો આવવું હતું...’’
‘‘જુઓ, મને એ ફોટામાં જરાય રસ નથી. મહેરબાની કરીને હવેથી મારો પીછો કરવાનું બંધ કરી દો.’’ પલ્લવીએ ગુસ્સાથી કહ્યું.
એટલામાં ટ્રાફિક ચાલુ થઈ ગયો એટલે રમેશે ઝડપથી સ્કૂટર આગળ ધપાવી દીઘું.
પછી બીજા જ દિવસે કોેલેજ જતાં પલ્લવીએ જોયું, તોે રમેશ એક અન્ય યુવક સાથે સ્કૂટર પર રિક્ષાની સાથે આવતો હતો. પલ્લવીએ ગુસ્સાથી તેમની સામે નજર નાખી, ત્યારે જરા પણ સંકોચ વગર સ્મિત કરતો તે બોલ્યો, ‘‘માફ કરજો મેડમ! તમને કદાચ તમારી છબીઓમાં રસ હોય કે ન હોય, પણ અમને તેનું મહેનતાણું તો મળવું જ જોઈએ. આ પાપી પેટ ખાતર તો આ ધંધો કરીએ છીએ! આ કવરમાં તમારા ૬ થી ૭ બેનમૂન અને આકર્ષક ફોટોગ્રાફ છે, સાથોસાથ સેવકનો પ્રેમપત્ર પણ છે. હવે આગળ નિર્ણય લેવાનું કામ તમારું છે...’ એમ કહીને એક સફેદ જાડા કાગળનું કવર પલ્લવીના ખોેળામાં ફેંકીને, તેણે ઝડપથી સ્કૂટર મારી મૂક્યું.
પલ્લવીએ આમતેમ નજર નાખીને ઝડપથી કવર પોતાની પર્સમાં નાખી દીઘું. પછી કોલેજમાં એક મિનિટ માટે પણ ભણવામાં તેનું મન ન લાગ્યું. રજા પડતાં જ સીધી ઘેર આવી પોતાના રૂમમાં પહોંચીને તેણે ફોટા જોયા, ત્યારે તેના પગ નીચેની ધરતી ડગમગી ગઈ... ચાર-પાંચ ફોટાઓમાં તે રમેશ જોડે બેઠેલી દેખાતી હતી, પણ બે-ચારમાં તોે ખૂબ અશ્લીલ અવસ્થામાં તે નજરે પડતી હતી.
થોડી ક્ષણો સુધી બાઘા જેવી બનીને એ ફોટા તરફ જોેતી જ રહી, પછી તેને કવરમાં બરાબર મૂકીને, પોતાના કપડાનાં બેવડમાં ગોઠવીને કવર તેણે કબાટમાં મૂકી દીઘું. પહેલાં તો તેને વિચાર આવ્યો કે મા-બાપને આ સઘળી વાતથી વાકેફ કરે, પણ તેના પિતા હૃદયરોગના દર્દી હતા. આ ફોટા જોતાં જ તેમને ફરી હુમલો આવી જાય તેવી બીક અસ્થાને નહોતી... તો હવે શું કરવું? કોની મદદ લેવી? પોતાને કોઈ ભાઈ ન હોવાની ખોટ આજે તેને ખૂબ સાલતી હતી. તેની એક માત્ર મોટી બહેન પરણીને સાસરે ચાલી ગઈ હતી.
પલ્લવી વિચારોમાં અટવાતી મૂંઝાયેલી હતી, ત્યાં અચાનક તેને ખ્યાલ આવ્યો કે ફોટાઓની સાથે મૂકેલો પત્ર તો તેણે વાંચ્યો જ નહોતો. તે કવરમાંથી પત્ર કાઢી ટોયલેટમાં ધૂસી ગઈ. તે જ ગતિએ ધડકતા હૃદયથી તેણે પત્ર વાંચવા માંડ્યો...
પ્રિય પલ્લવી
આ વર્તન બાબત માફી માગું છું. આમ તો હું તમને ઊંડા દિલથી ચાહું છું, પણ તમે મારા પ્રેમની કદર ન કરી શક્યાં, એથી લાચારીપૂર્વક મારે આ પગલું લેવું પડ્યું છે. મને પૂરો ભરોસો છે કે તમે એકવાર સ્ટુડિયોની મુૂલાકાતે આવશો, તો તમામ ગેરસમજણો દૂર થઈ જ જશે અને તમારો ક્રોધ પણ કાબુમાં આવી જશે. હું તમને બ્લેકમેલ કરું છું એમ ન માનશો. મારે તો બસ તમારો પ્રેમ જ જોઈએ છે, તમારો તિરસ્કાર નહીં. આશા છે કે તમે મારી ચાહનાને ઠોકરે નહીં ઉડાવો. તમારી રાહ આતુરતાથી રાહ જોઈશ.
તમારો નિર્દોષ પ્રેમી
આ બાબતમાં ઘણું વિચાર્યા પછી પલ્લવીએ એના નિર્ણય પર પહોંચી કે તેની સગાઈ તો થઈ જ ગઈ હતી. પરીક્ષા પતી જવાને કારણે ફક્ત બે-અઢી મહિના જ બાકી હતા. ત્યાર પછી તરત જ લગ્ન થઈ જશે... એટલે કે લગભગ ત્રણ મહિના રમેશને રમાડ્યા કર્યો હોય, તો કંઈ જોખમ જેવું ન ગણાય.
બીજે જ દિવસે ફોટોગ્રાફનું કવર લઈને પલ્લવી રમેશના સ્ટુડિયો પર પહોંચી. પોેતાની ગણતરી વિરુઘ્ધ પલ્લવીને સામે પગલે આવીને જોઈને એક વખત તોે રમેશ ચમકી ગયો. પછી પોતાનો આનંદ વ્યક્ત કરતાં તે બોલ્યો, ‘આખરે મારા પ્રેમની આંચ તમારા સુધી પહોંચી ખરી... સાચું પૂછો તો મારા જીવનની સુંદરમાં સુંદર અને અમૂલ્ય પળ આ છે અને આ પળનો રોમાંચ મારાથી જીવનભર નહીં ભુલાય...’’
‘‘તમે ખરેખર મને પ્રેમ કરો છો?’’ પલ્લવીએ નયનબાણનો મારો ચલાવતાં નાટક શરૂ કર્યું.
‘‘તમને કેવી રીતે ભરોસો દેવરાવું? જ્યારથી તમને જોયાં છે ત્યારથી હું તો તમારી પાછળ પાગલ બની ગયો છું.... ’’ રમેશે ફિલ્મી સંવાદ બોલી બતાવ્યો.
‘‘જેને અંતરથી પ્રેમ કરતાં હોઈએ, તેના આવા અશ્લીલ ફોટાગ્રાફ પાડવા શોભે? તમને તમારી પ્રેમિકા કે પત્નીને આવા રૂપમાં જોવાનું ગમશે?’’ એમ કહીને પલ્લવીએ નિર્દોષતાથી રમેશની આંખમાં નજર પરોવી.
એક ક્ષણ માટે એ થંભી ગયો, પછી આંખો ઢાળી દેતાં બોલ્યો, ‘‘મારી આ ભૂલ બદલ હું ઘણો દિલગીર છું. મને માફ કરો, પલ્લવી!
ભવિષ્યમાં આવું ફરીવાર નહીં બને... લાવો, એ બધા ફોટોગ્રાફ હું ફાડી નાખું.’’
‘‘ફોેડા ફાડવાથી શું વળશે? તેમની નેગેટીવ તો તમારી પાસે જ પડી હશે...’’ પલ્લવીએ અભિનય છોડીને હૃદયની વેદના આંસુ રૂપે આંખેથી વહાવતાં કહ્યું.
‘‘મારો વિશ્વાસ રાખો, પલ્લવી. હું તને કદી દગો નહીં દઉં...
આંસુ લૂછી નાખો...’’ રમેશે ગંભીર સ્વરે કહ્યું, ‘‘પણ નેગેટિવ... એ હું તમને હમણાં નહીં આપું. એ માટે તમારે મને ખાતરી કરાવી દેવી પડશે કે તમે ખરેખર મને પ્રેમ કરો છો.’’
‘‘એ કેવી રીતે?’’ પલ્લવીએ સહેજ ચમક અનુભવતાં પૂછ્યું.
‘‘જો તમે એક વખત... ફક્ત એક જ વખત તમારી જાતનું મારી સામે સમર્પણ કરી દો, તો મને ખાતરી થઈ જશે કે તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો. આમ થાય, તો હું તમને નેગેટિવ સોંપી દઈશ...’’
કોણ જાણે શું વિચારીને પલ્લવીએ પોેતાના ભાથામાંથી છેલ્લું તીર ચલાવી દેતાં કહ્યું, ‘‘બસ, આટલી અમથી જ વાત છે? માત્ર એક જ વખત....? હું એટલી કદરૂપી છું? હું તો પૂરેપૂરી તમારી થઈ ચૂકી છું.. અને એમાંય તમે મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખો છો, તેથી આ શરીર ઉપર આજથી તમારો પૂરેપૂરો અધિકાર છે...’’
‘‘ખરું કહો છો?’’રમેશ અપાર આશ્ચર્યથી વિમૂઢ થતાં બોલ્યો, ‘‘તમે ખરેખર સાચું કહો છો?’’
‘‘ભલા માણસ, જેની જોડે પ્રેમ કર્યો હોય, તેના પર આંધળો વિશ્વાસ અમે મૂકતા હોઈએ છીએ, પણ મારી એક શરત છે... મને ખાતરી છે કે હું નાપાસ થાઉં એવું તો તમે નહીં જ ઈચ્છતા હો... એટલે બે-ત્રણ મહિના પછી મારી પરીક્ષા છે અને ત્યાર પછી મારી બહેનને ડિલીવરી આવવાની હોવાથી બે મહિના ત્યાં જવાની છું.. આટલો વખત આપણે એકબીજાથી દૂર રહેવું પડશે. એ પછીથી તો....’’
પલ્લવીએ આંખનો ઉલાળો મારતાં કહ્યું, ‘‘એ પછીથી હું મારું શરીર તમને હંમેશને માટે સોંપી દઈશ...’’
‘‘અરે વાહ! પરંતુ .... તેમ છતાં હું તમને નેગેટિવ હમણાં નહીં આપું...’’ રમેશે તેને બાથ ભરીને પોેતાના શરીર સાથે જકડી લેતાં કહ્યું.
‘‘મારે તો એની કશી જરૂર નથી.’’ પલ્લવીએ હાસ્ય કરતાં કહ્યું, ‘‘મારી જાતને જ હું પ્રેમીના ચરણોમાં ધરી ચૂકી છું, ત્યારે નેગેટિવ મારી હોય કે તમારી પાસે, એથી ફેર નથી પડતો. આમેય પોતાની ભાવિ પત્નીની આબરૂનું રક્ષણ કરવાનું હવે તમારું કામ ગણાય. બસ ફક્ત ત્રણ-ચાર મહિના ધીરજ રાખવાની છે...’’
‘‘ભલે, તમે કહો છો તો આટલો વખત રાહ જોઈ, એમ ત્રણ-ચાર મહિના વધારે રાહ જોઈશ...’’
‘‘જુઓ, મારા પિતા હૃદયરોગના દર્દી છે અને મારે કોઈ ભાઈ પણ નથી, એટલે આ દરમિયાન તમે મારી પીછો કરીને કોલોેનીમાં આવશો, તો મારી બદનામી થશે... અને મારા પિતા આ સહન નહીં કરી શકે... એમાં જો તેમને કંઈ થયું, તો હું તમને ક્યારેય માફ નહીં કરું...’’
આટલું બોલતાં બોલતાં પલ્લવીની આંખમાં આંસુ સરી આવી ગયાં.
‘‘ના ના... એવું બિલકુલ નહીં થાય એની ખાતરી રાખો...’’ રમેશે તેના આંસુ લૂછતાં કહ્યું, ‘‘હું વચન આપું છું કે જ્યાં સુધી તમે પોતે અહીં નહીં આવો, ત્યાં સુધી તમારો ખ્યાલ સુઘ્ધાં મનમાં નહીં લાવું...’’
પણ સ્ટુડિયોની બહાર નીકળતાં રમેશ તેના મિત્રને કહેતો હતો તે પલ્લવી સાંભળી ગઈ હતી કે, ‘‘જુઓ, માછલી જાળમાં ફસાઈ લાગે છે. ત્રણ-ચાર મહિના પછી શું અપાય છે, તે જોઈએ... જો દગો દેશે જ તો નેગેટિવ હજી આપણી સામે પડી જ છે...!
ત્યારબાદ રમેશે વચન આપ્યું હતું કે તેમ તેણે પલ્લવીનો કદી પીછો પણ ન કર્યો કે તે ક્યાંય દેખાયો પણ નહીં. પલ્લવીએ પોતાના લગ્નનાં કાર્ડ પોતાની ત્રણ-ચાર અંગત સાહેલીઓને જ અને એ પણ લગ્નના બે દિવસ અગાઉ જ આપ્યાં હતાં, જેથી ઉડતી ઊડતી વાત રમેશના કાને ન પહોંચે...
લગ્નમાં કોઈ પ્રકારનું વિધ્ન ન આવ્યું અને પરણીને તે અંજારથી નવસારી તેના સાસરે આવીને ચંિતા મુક્ત બની ગઈ કે રમેશ તરફથી કોઈ જોખમ હવે નડશે નહીં. ત્યાંથી એ પોતાના પતિ સાથે તેની નોકરીના સ્થળ અંકલેશ્વર આવી, ત્યારે તો સાવ જ ચંિતામુક્ત બની ગઈ હતી.
ચાર-પાંચ મહિના પછી એક દિવસ જ્યારે ટપાલીએ એક મોટું પરબીડીયું પલ્લવીના હાથમાં આપ્યું ત્યારે એ ખોલતાં જ પલ્લવી થરથરી ગઈ. એ બીજા કોેઈનો નહીં, પણ રમેશનો પત્ર હતો . તેણે લખ્યું હતું.
‘‘પ્રિય પલ્લવી, તારી એક જ ખાસ બહેનપણીને મારી પ્રેમજાળમાં લપેટીને તેની પાસેથી તારું સરનામું મેળવ્યું છે. મને હવે તારા બોટાયેલા બદનમાં બિલકુલ રસ નથી, પણ હવે મારે નાણાંની જરૂર છે, એટલે અહીં આવીને માત્ર વીસ હજાર રૂપિયા મને ચૂકવીને તારા ફોટાની નેગેટિવો લઈ જા, કેમ કે નેગેટિવો જ્યાં સુધી મારી પાસે રહેશે, ત્યાં સુધી આપણા બેઉ માટે માથાનો દુખાવો બનીને રહેશે. રકમ મને ઝડપથી મળવી જોઈએ.
લિ. રમેશ.’’
પત્ર વાંચતા જ પલ્લવીના હોશકોશ ઉડી ગયા. એ દિવસથી તે ભય અને ઉદાસીના બોજ હેઠળ કચડાવા લાગી. આની તો ફરિયાદ પણ ક્યાં જઈને કરવી? માનસિક આઘાતમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તેને નહોતો સૂઝતો.
આશરે પંદર-વીસ દિવસ બાદ તેને રમેશનો બીજો ધમકીપત્ર મળ્યો. ઘણું વિચાર્યા પછી પલ્લવીએ તેને સ્ટુડિયોના સરનામે પત્ર લખ્યો કે એ એકાદ મહિનો રાજ જુએ તો સારું. ત્યારે એ રકમની ગોઠવણ કરીને તેને હાથોહાથ વીસ હજાર પહોેંચાડી દેશે...આ સમયગાળામાં પ્રાથમિક તબક્કે તેણે વિચાર્યું કે સઘળી હકીકત પતિને સ્પષ્ટ જણાવી દે, પણ વઘુ વિચારતાં ડરી ગઈ કે ભારતીય પતિ પોેતાની પત્નીની હજારો ભૂલ માફ કરી શકે છે, પણ તેનાં લગ્ન પહેલાંના સંબંધો બાબતની વાત ખોેટી અને પાયા વિનાની હોય તો પણ કોઈ પણ રીતે સહન ન કરી શકે.
છેવટે તેને એક રસ્તો સૂઝ્યો કે પોતાને પિયર અંજાર જતાં પહેલાં પોતાની બહેન પાસે અમદાવાદ રોકાઈને સઘળી પરિસ્થિતિ તેને જણાવીને તેની પાસેથી નાણાકીય મદદ લેશે.
પણ... અચાનક આજે રમેશનો પત્ર આવ્યો ત્યારે પહેલાં તો ખૂબ ડરી ગઈ, પણ પત્ર વાંચતાં જ તેના મન અને મગજ પરથી સો મણનો બોજો હટી ગયો. રમેશે લખ્યું હતું....
વડીલ પલ્લવીબેન તમારી સાથે કરેલા અનુચિત વર્તન અને માગણી બદલ હું ખૂબ જ દિલગીર છું. મહેરબાની કરીને મને માફ કરી દેશો. મને મારા કરતૂતોની પૂરતી સજા મળી ગઈ છે. હું તમને ખાતરી આપું છું કે ભવિષ્યમાં હું તમારી સાથે આ પ્રકારનું ગેરવર્તન નહીં કરું. આશા રાખું કે તમે મને માફી આપશો.
લિ. રમેશ.
એકાએક ડોરબેલ રણકી ઊઠી. એ અવાજથી પલ્લવી સચેત થઈ. તેણે ઊભી થઈને બારણું ખોલ્યું, તો નંદને મુક્ત હાસ્ય કરતાંત તેની સામે જોયું, પછી અંદર આવીને તે પલંગમાં આડો પડ્યો. તેણે જોયું કે પલ્લવીના ચહેરા પર પહેલાંના જેવો જ ભય છવાયેલો હતો, પારેવડી જેવી પત્ની પર તેને દયા આવી. હાથ લંબાવીને નંદને તેને નજીક ખેંચી, પછી તે બોલ્યો, ‘‘તે મને પૂછ્યું હતું ને કે મને બધી ખબર પડી ગઈ છે? બોલ, સાચું કહું છું ને?’’
‘‘હા....’’ સાવ લેવાઈ ગયેલા સ્વરે પલ્લવીએ એટલું જ કહ્યું.
‘‘સાંભળ પલ્લવી....! તારા પર રમેશના ત્રણ પત્રો આવ્યા હતા. ખરું?
‘‘હા.’’
‘‘પણ હકીકતમાં તો તેના કુલ ચાર પત્ર આવ્યા કહેવાય.’’
‘‘શું? તો એક પત્ર...?’’
‘‘એ એક પત્ર મારા હાથમાં આવી ગયો હતો.. પંદર-વીસ દિવસ પહેલાં મારી તબિયત ખરાબ હતી, ત્યારે હું રજા લઈને ઘેર રહ્યો હતો, એ દિવસે ત્રીજો પત્ર આવ્યો હતો. પત્ર આવ્યો ત્યારે તું બાથરૂમમાં હતી, એટલે પત્ર મારા હાથમાં આવેલો. એ વાંચતા જ તારી ઉદાસી, બીક અને પત્રોનું રહસ્ય મને સમજાઈ ગયું હતું.
સાચું કહું તો પહેલાં તોે હું ક્રોધથી સળગી ઊઠ્યો હતો. અને તારી ચાલચલગત પર શંકા જાગી હતી, પણ શાંતિથી વિચાર કરતાં મને ખ્યાલ આવી ગયો કે લગ્ન અગાઉ કોઈ આવારા અને લફંગા છોકરાએ તેને પોતાની જાળમાં ફસાવવા કોશિશ કરી હશે, પણ એને કોઠું નહીં આપ્યું હોય, તેના બદલારૂપે તેણે હેરાનગતિ શરૂ કરી દીધી હશે... પહેલાં મને થયું કે આ બધી વાતનો તારી પાસેથી ખુલાસો મેળવી લઉં પણ પછી એ વિચારની માંડવાળ કરીને, મેં મારા ખાસ મિત્ર કિશોેરને આ વાત કરી. તું તો એને સારી રીતે ઓળખે છે. એ સમજદાર અને ઠરેલ મગજનો માણસ છે. જ્યારે મેં પત્ર તેની સામે મૂક્યો, ત્યારે તે વાંચ્યા પછી હસીને બોેલ્યો, ‘‘ભલા માણસ, આમાં ગભરાઈ શું ગયો! આમાં તારે ભાભીની ચાલચલગત પર શંકા કરવાની પણ જરૂર નથી. આ બદમાશે ફોટોગ્રાફી ટ્રિકથી ભાભીના ચહેરાને અન્ય કોલગર્લ ના શરીર પર ગોઠવીને ગંદા પોઝ તૈયાર કર્યા હશે... તારે પણ જરા ઊંડાણથી આ બાબતની ચકાસણી કરી લેવી જોઈએ! આમાં જરાય અપસેટ થવાની જરૂર નથી.’’
‘‘પણ આપણે નેગેટિવ મેળવવા માટે શું કરવું?’’ એવો મેં ગંભીર ચહેરે પ્રશ્ન કર્યો એટલે તે બોલ્યો, ‘‘એ તો થઈ જશે...મારા મામાનો દીકરો અંજારમાં પોલીસ ઈન્સ્પેક્ટર છે, તે ક્યારે કામમાં આવશે? તારાં લગ્ન વખતે હું તેને સાથે લઈને આવ્યો હતો, એ તને યાદ છે? એ હજી પણ અંજારમાં જ છે. તું આ પત્ર અને ફોટા મને આપી દે... હું બે-ત્રણ દિવસની રજા લઈને અંજાર ઊપડી જાઉં છું. બસ, માની લે, ભાભીના માથાનો દુખાવો હવે જડમૂળથી ગયો... હા, પણ મારું આવવા-જવાનું ભાડું અને ખાવા-પીવાનો તમામ ખર્ચ તારે ભોગવવું પડશે....! એમ બોલીને એ ખડખડાટ હસી પડેલો.
‘‘પછી...? પલ્લવીએ ધીમેથી પૂછ્યું.
‘‘એ તો ત્રીજા જ દિવસે રવાના થઈ ગયો અને પાછા આવીને બધા ફોટોગ્રાફની નેગેટિવ મને સોંપી દીધી. કિશોરે જણાવ્યું કે જેવો તે તેના પોલીસ ઈન્સ્પેક્ટર ભાઈ સાથે રમેશના સ્ટુડિયોમાં દાખલ થયો, ત્યાં જ તેના હોશકોશ ઊડી ગયા હતા. બે પોલીસોએ ખેંચીને તેને જીપમાં ધકેલ્યો, પણ પહેલાં તારા ફોટાની નેગેટિવો તેમણે હાથવગી કરી લીધી હતી.... પછી પોલીસ સ્ટેશન લઈ જઈને, તને બહેન ગણીને માફીપત્ર લખવા કબૂલ ન થાય, ત્યાં સુધી તેની બરાબરની ધોલાઈ કરી હતી. આજે કદાચ તેનો માફી પત્ર પણ તેને મળી ગયો છે, એટલે તો મેથીના ગોટા વડે પતિની સેવા કરાતી હતી....’’ એમ કહીને નંદને પલ્લવીને પોતાની આલંિગનમાં બાંધી દીધી.
થોડીવાર પછી તેણે આગળ કહ્યું, ‘‘... પણ તેં એક મોટી ભૂલ એ કરી છે કે આ ફોટાપ્રકરણનો તારે લગ્ન પહેલાં જ અંત લાવી દેવાની જરૂર હતી... મા-બાપને નહીં તો મોટી બહેનને આખી વિગતવાર વાત કરી દેવાની જરૂર હતી. એ વખતે કંઈકને કંઈક રસ્તો નીકળી શક્યો હોત. સારું છે પણ જો તારાં લગ્ન મારા જેવા ઢબ્બુસ સાથે થયાં છે, નહિ તો અત્યાર સુધીમાં તો તુ પિયરમાં પહોંચી જઈ રાતા પાણીએ રડતી હોત...’’ કહીને નંદન મોટેથી હસી પડ્યો.
‘‘અને... અને એ નેગેટિવ...? પલ્લવીએ સહેજ ખમચાટ સાથે નંદન સામે જોતાં પૂછ્યું.
‘‘એ તો મારી પાસે સલામત છે. લોકો પારકાને બ્લેકમેલ કરે, પણ હું તોે મારી વ્હાલી પત્નીને જ બ્લેકમેલ કરીશ.. અરે ભૈ કિશોરની સલાહથી ઓફિસમાંથી ઘેર આવતાં પહેલાં મેં તેના ટુકડેટુકડા કરીને ગટરમાં વહાવી દીધા, પણ હું કેવો મૂર્ખ કહેવાઉ? તારી જોડે સોદાબાજી કરવા માટે કાયમી પરમિટનો મેં મારા હાથે જ નાશ કરી દીધો!’’ આમ બોલીને નંદને તેને આલંિગનમાં લઈને પ્રેમથી ચૂમી લીધી.

Good One
ReplyDelete