Wednesday, 12 September 2012

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેની મિત્રતા પાછળ આ કારણ હતું જવાબદાર

ભગવાન કૃષ્ણ અને અર્જુનની મિત્રતાનું વર્ણન મહાભારતમાં કરાયેલું છે. અર્જુન સાથે મિત્રતાને લીધે જ કૃષ્ણે મહાભારત યુદ્ધમાં અર્જુનનો સારથી બનીને સંપૂર્ણ યુદ્ધનું સંચાલન કર્યું હતું. કૃષ્ણના આ સહયોગથી કૌરવોની વિશાળ સેના હારી અને પાંડવોને પોતાનું રાજ્ય પાછું મળ્યું છે.


આ બંનેની મિત્રતા કઈ રીતે થઈ તે સંદર્ભમાં મહાભારતમાં એક કથાનું વર્ણન કરાયું છે. જેનાથી જાણવા મળે છે કે એક વરદાનને લીધે શ્રીકૃષ્ણએ અર્જુનનો પોતાનો મિત્ર બનાવ્યો અને કર્ણનો વધ કરાવીને તે વરદાનને પૂર્ણ કર્યું હતું.

વાત જાણે એમ છે કે જ્યારે કૃષ્ણએ ઈન્દ્ર પૂજાને બંધ કરાવીને ગોવર્ધન પૂજા શરૂ કરાવી. ઈન્દ્રને આનાથી ખૂબ ક્રોધ થયો અને બદલો લેવા માટે તેને ઘણાં દિવસો સુધી મૂશળાધાર વરસાદ વરસાવ્યો હતો. ગોકુળના લોકો આનાથી દુખી થઈ ગયા અને કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળીમાં ઉપાડીને ગોકુળવાસીઓને તેની નીચે શરણ લેવા જણાવ્યું. ઈન્દ્રનો ક્રોધ આનાથી વધી ગયો અને તેને વરસાદમાં વધારો કર્યો.

ઘણાં દિવસો સુધી ઈન્દ્ર સતત વરસાદ વરસાવતા રહ્યા તો બ્રહ્માજીએ ઈન્દ્રને જણાવ્યુ કે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમની માફી માગી લે કારણ કે તેમને હરાવવા અસંભવ છે.

ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ કૃષ્ણની શરણમાં ગયા. આનાથી કૃષ્ણએ વરદાન માગવા કહ્યું. ઈન્દ્રે જણાવ્યું કે, રામવતારમાં તમે મારા પુત્ર બાલીનો વધ કરીને સૂર્ય પુત્ર સુગ્રીવનો વિજયી બનાવ્યો હતો. આનાથી મને ખૂબ તકલીફ પડી હતી. આપના આ અવતારના સમયે પણ સૂર્યપુત્ર કર્ણ અને મારા પુત્ર અર્જુનનો જન્મ થયો છે. આ બંનેની વચ્ચે યુદ્ધ થશે.

તમે મને વરદાન આપો કે આ અવતારમાં તમે મારા પુત્રના મિત્ર બનશો અને તેની રક્ષા કરશો. ઈન્દ્ર દ્વારા માંગવામાં આવેલ આ વરદાનને લીધે કૃષ્ણએ અર્જુન સાથે મિત્રતા કરી અને તેની રક્ષા પણ.

No comments:

Post a Comment