Wednesday, 12 September 2012

એક વર્ષ સુધી આ મંત્રનો જપ કરો, ઘરમાં બાળકની કિલકારી સંભળાશે

લગ્ન થયાને ઘણાં વર્ષો વીતવા છતા તમારું દાંપત્ય જીવન બાળકો વીના સુનૂં છે. એવું કહેવાય છે કે જે ઘરમાં નાના બાળકો કિલ્લોલ કરતા ન હોય તે સ્મશાન સમાન લાગે છે. સંતાન વીના ઘર ઘર નથી પરંતુ માત્ર મુસાફરખાનું છે. શાસ્ત્રોમાં દાંપત્ય જીવનમાં સંતાનની મહિમાની પ્રશંસા કરી હોવાથી સંતાનનું મહત્વ ઘણું છે. પતિ-પત્નીને જો સંતાન ન થતા હોય તો સારવારની સાથે નિયમિત સંતાન ગોપાલ મંત્રનો જપ કરવો જોઈએ. નિયમિત આ મંત્રનો જાપ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પંચાગ દિવાકર નામના શાસ્ત્રના પુસ્તકમાં આ તથ્યનો સુંદર ઉલ્લેખ કરાયો છે. આ પંચાગ પ્રમાણે સંતાન ગોપાલ જપથી પુત્ર રત્નની પ્રાપ્તી અચૂક થાય છે.

સંતાન ગોપાલ મંત્ર
ઓમ નમો ભગવતે વાસુદેવાય, દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે.
દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગત:।।

મંત્ર જાપની વિધિ
શુક્લ પક્ષ એટલે કે અજવાળિયામાં ગમે તે દિવસે પ્રાંત કાળ સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપની પૂજા કરવી જોઈએ. કૃષ્ણને સેવ, માખણ અને મિસરીનો ભોગ ધરાવવો જોઈએ. પછી 108 વાર આ મંત્રનો જપ કરવો જોઈએ. એક વર્ષ સુધી આ મંત્રનો જપ કરવાથી મનોકામના પૂરી થાય છે. આ મંત્રના જપ પતિ-પત્ની મળીને કરે તો ઉત્તમ પરિણામ મળી શકે છે. જો કોઈ કારણથી બંનેએ મળીને આ મંત્રનો જપ ન કરી શકે તો પતિ-પત્નીમાંથી કોઈ એક આ મંત્રનો જપ કરી શકે છે.


સંતાન પ્રાપ્તિ માટે વૃક્ષારોપણ કરવું

શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંતાનની કામના રાખનાર માતા-પિતાએ ભવિષ્યમાં આવનારી આપત્તિ અને તકલીફોને દૂર કરવા માટે એક ફળદાયી ઝાડ ઊગાડવું જોઈએ. આ ફળદાયી વૃક્ષને પતિ-પત્નીએ સાથે મળીને ઊગાડીને તેની નિયમિત સેવા કરવી જોઈએ. આનાથી સંતાન પ્રાપ્તિ જલ્દી થાય છે.

No comments:

Post a Comment