Wednesday, 12 September 2012

શા માટે મોર મુકુટ ધારણ કરે છે શ્રી કૃષ્ણ ?

ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુકુટમાં મોર પિંછ લગાવે છે, આ કારણે કૃષ્ણ ભગવાનને મોર મુકુટધારી પણ કહેવાય છે. પરંચુ રામચંદ્ર જે કૃષ્ણની જેમ જ વિષ્ણુના અવતાર માનવામાં આવે છે તે શા માટે મોરમુકુટ ધારણ નથી કરતા. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હમણાં સુધી 10 અવતાર થઈ ચૂક્યા છે. પરંતુ કૃષ્ણ સિવાય કોઈ અન્ય મોર મુકુટ ધારણ નથી કર્યું

ઘણી કથાઓમાં આનો ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ ભગવાનને મોર પીંછ ખૂબ પસંદ હતું માટે તે હમેશાં મોર પીંછ મુકુટમાં સજાવી રાખે છે, જ્યારે કેટલાક જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે કૃષ્ણની કુડંળીમાં રહેલા દોષને બતાવે છે. કુંડળીમાં રહેલા દોષના અશુભ પ્રભાવોને દૂર રાખવા માટે કૃષ્ણ હમેંશા મોર પીંછને પોતાના માથા પર રાખતા હતા.

વર્ષ 1967માં સોલનમાં આયોજિત એક જ્યોતિષ સંમેલનમાં કૃષ્ણની કુંડળી દોષ પર વિસ્તારથી ચર્ચા યોજાઈ હતી. ત્યાં રહેલા એક જૈન જ્યોતિષનું માનવું હતું કે કૃષ્ણે પોતાની કુંડળીમાં રહેલા કાલસર્પ યોગના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે મોર પીંછ પોતાના મુકુટમાં ધારણ કરે છે.

જૈન જ્યોતિષીએ એ પણ જણાવ્યું કે કાલસર્પ યોગના તમામ લક્ષણ કૃષ્ણના જીવનમાં નજર પડે છે. જેલમાં જન્મ થવો બાદમાં માતા-પિતાથી દૂર રહેવું કાલસર્પનો પ્રભાવ છે. કાલસર્પનો એક પ્રભાવ એ પણ છે કે વ્યકિત 36 વર્ષ પછી જ તમામ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. પરંતુ તેનો ઉપભોગ નથી કરી શકતી. કૃષ્ણ પણ 36 વર્ષ પછી તમામ પ્રકારનું ધન, વૈભવ અને ઐશ્વર્ય મેળવે છે પરંતુ તેનું સુખ કદી ન મળી શક્યું. 

No comments:

Post a Comment