જો તમે ભગવાન શંકરને મનમાં યાદ કરો તો તમને તરત જ તેમનાં વાઘનાં ચામડાનાં વસ્ત્રો દેખાશે, ડમરૂ દેખાશે, ત્રિશુળ અને ત્રિનેત્ર દેખાશે, તો તેમની જટામાંથી નીકળત ગંગા પણ તરત જ તમારા મનમાં ઉપસા આવે છે અને સાથે સાથે ભગવાનનાં ગળામાં વીંટળાયેલો સાપ પણ તરત જ તમારા ધ્યાનમાં આવશે, કેમ કે શિવ સાપ વિના અધૂરાં છે. શંકર ભગવાન માટે સાપ એ તેમના ગળાનો હાર છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન શંકર અને સાપનો સંબંધ જૂનો છે, એટલે જ સાપ ભગવાનનાં શરીર પર વીંટળાયેલો જોવા મળે છે. જો કે આ વાત માત્ર એક માન્યતા નથી, કળિયુગમાં પણ આ વાત સાચી સાબિત થઈ રહી છે. એવું કહેવાય છે કે જો તમને ભગવાન શંકરનાં દર્શન ન થાય અને માત્ર સાપનાં જ દર્શન થાય તો પણ ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર વરસી શકે છે.
માઉન્ટ આબૂએ રાજસ્થાનનું એકમાત્ર એવું હિલસ્ટેશન છે, જે હિલ સ્ટેશન હોવા છતાં પણ 'અર્ધકાશી' પણ કહેવાય છે, જ્યાં ભગવાન શિવનો વાસ છે. માઉન્ટ આબૂમાં ભગવાન શંકરનાં કુલ 108 મંદિરો આવેલાં છે. માઉન્ટ આબૂનાં અચલગઢમાં દુનિયાનું એકમાત્ર એવું મંદિર આવેલું છે, જ્યાં ભગવાનનાં શિવલિંગની નહીં પણ તેમનાં અંગૂઠાની પૂજા થાય છે.
અહિંયા પાંડવોની ગુફાઓ પણ આવેલી છે, જ્યાં પાંડવો પોતાના અજ્ઞાત વાસ દરમિયાન રહ્યાં હતાં. પાંડવોની ગુફામાં પણ એક શિવ મંદિર આવેલું છે. આ શિવ મંદિરમાં ગત્ સોમવારે ભક્તો શંકર ભગવાનનાં શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી રહ્યાં હતાં, તેવા સમયે અચાનક જ મંદિરમાં 6 ફૂટ લાંબો સાપ આવી ગયો હતો અને શિવલિંગને વીંટળાઈ વળ્યો હતો.
લોકો શિવલિંગ પર ફૂલ, બિલી પત્ર, ધતૂરો, જળ અને દૂધનો અભિષેક કરી રહ્યાં હતાં, તેવાં સમયે અચાનકથી આવેલાં સાપે પહેલાં તો લોકોને ડરાવી દીધાં હતાં, પરંતુ સાપે કોઈને નુકશાન પહોંચાડ્યું ન હતું. જો કે હજી શ્રાવણ મહિનાને શરૂ થવાની એક સપ્તાહની વાર હતી, પરંતુ શંકર ભગવાનનાં ભાવિક ભક્તોથી ઉભરાતાં આ મંદિરમાં અચાનક સાપ આવી જતાં બાદમાં લોકોએ ભગવાનનો જય જયકાર બોલાવ્યો હતો.
સાપ ક્યારેક શિવલિંગ પર ચઢીને બેસી જતો હતો, તો ક્યારેક શિવલિંગની આસપાસ ફર્યાં કરતો હતો. સાપ ભીડથી ડર્યા વગર જ ફરી રહ્યો હતો અને લગભગ સાપ 6 કલાક સુધી શિવલિંગને જ વીંટળાઈ રહ્યો હતો. આ વાત માઉન્ટ આબૂમાં વાયુવેગે ફેલા જતાં લોકો સાપનાં દર્શન માટે ઉમટી પડ્યાં હતાં, પરંતુ સાપ 6 કલાક બાદ અચાનક જ તેની મેળે જ ગાયબ થઈ ગયો હતો. લોકો શિવલિંગને જોતા જ રહ્યાં ને સાપ ગાયબ થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ આ જ રીતે શિવ મંદિરની પાસે પાંચમુખી સાપ જોવા મળ્યો હતો. આ ઘટનાઓ જ સાબિત કરી આપે છે કે સાપ અને શિવનો સંબંધ જૂનો છે. આ સંબંધ માણસની બુદ્ધિથી પરે છે. કેટલાંક લોકો તેને ભગવાનનું જ સ્વરૂપ માને છે, તો કેટલાંક લોકો અંધશ્રદ્ધા માને છે, પરંતુ હકીકત એ છે કે શિવ મંદિરમાં જ સાપની સાક્ષી હોવાનાં ચમત્કાર સર્જાય છે.

No comments:
Post a Comment